મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે EDના દરોડા

0
62

મુંબઇ
તા : 25
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે ઇડી (Enforcement Directorate) દરોડા પાડ્યા હતા. ઇડીએ અનિલ દેશમુખના નાગપુરમાં સિવિલ લાઇન્સ પરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ચાર મોટા અધિકારીઓ સામેલ છે. આ દરોડા સવારે 8 વાગ્યાથી શરૂ થયા છે. દરોડા દરમિયાન ઘરની બહાર 20 સીઆરપીએફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

અનિલ દેશમુખના ઘરની બહાર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અનિલ દેશમુખ ઘરે નથી. 100 કરોડની રિકવરી કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં ક્યાં અને કેટલી જગ્યા પર રોકાણ કરવામાં આવ્યું રોકાણ કેવી રીતે થયું આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ ડીસીપી રાજુ ભુજબલનું નિવેદન નોંધાયું હતું. આ કેસમાં ઇડીએ તાજેતરમાં એફઆઈઆરની વિગતો અને કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો યુપી એટીએસ પાસે માંગ્યા હતા. એક મહિના પહેલા સીબીઆઈએ અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા.

એક મહિનામાં જ અનિલ દેશમુખના ઘરે બીજી વખત દરોડા પાડવામાં આવ્યા છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનિલ દેશમુખ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના આશીર્વાદથી દર મહિને 100 કરોડની વસૂલાતનું કામ કરી રહ્યા છે. મામલો અહીં અટકશે નહીં, હવે કેબિનેટ મંત્રી અનિલ પરબ સામે કાર્યવાહી કરવામાં આવશે.