જાપાનની કર નિર્માતા ટોયોટાએ બનાવી ઇલેક્ટ્રિક કાર

0
120

નવી દિલ્હી
તા : 23
જાપાનની કર નિર્માતા કંપની ટોયોટાએ સૌથી નાની ઈલેક્ટ્રોનિક કાર C+pod લોન્ચ કરી છે. આ કાર તેના આકર્ષક દેખાવના કારણે ચર્ચાનો વિષય બની છે. અત્યારે તો આ કારને કોર્પોરેટર અને સરકારી અધિકારીઓ માટે લોન્ચ કરવામાં આવી છે. ટોયોટા આ કારના માત્ર ગણાયાગાંઠ્યા મોડેલ જ વેચશે. C+pod ઇલેક્ટ્રિક કાર ટુ સિટર BEV છે. 200V/16A પાવર સપ્લાઈની મદદથી આ કાર માત્ર 5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે.

આ કારમાં ગીચ વિસ્તારોમાં પગપાળા જતા અને ટુ વ્હીલરનો ઉપયોગ કરતા લોકો માટે ખૂબ સુવિધાસભર રહેશે. આ કારનું નિર્માણ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવ્યું હોવાનું નિષ્ણાંતો માને છે. કારમાં 9.06 kwhની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે જે તેના ફ્લોર નીચે લગાવવામાં આવી છે. કારની મોટર 12 એચપીની મહત્તમ શક્તિ અને 56 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે.

ટોયોટાએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક કર C+Pod રોડ ઉપર 150 કિમીની એવરેજ આપશે. એટલે કે આ કાર ફૂલ ચાર્જ થયા બાદ સતત 150 કિમી દોડી શકશે. આ કાર 200/16A પાવરના કારણે માત્ર પાંચ કલાકમાં જ કાર ફૂલ ચાર્જ થઈ જશે. આ કારની સાઈઝ નાની છે. કારનું કુલ વજન માત્ર 690 કિલો છે. લંબાઈ 2490 એમએમ અને પહોળાઈ 1290 એમએમ છે. આ કારમાં માત્ર બે લોકો બેસી શકે છે. આ કારને હળવી બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગનો વધુ પ્રમાણમાં થયો છે.