Eli Lilly કંપનીએ કોરોના વેક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

0
88

વોશિંગ્ટન
તા : 14
અમેરિકાની પ્રસિદ્ધ દવા કંપની Eli Lillyએ જીવલેણ કોરોના વાયરસની રસીની ટ્રાયલ સુરક્ષાનાં કારણ આગળ કરીને રોકી દીધી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. જો કે ટ્રાયલ રોકવાનાં કારણો કંપનીએ જાહેર કર્યા નહોતા. અત્રે એ નોંધવા જેવું છે કે આ કંપનીએ જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને થયેલા કોરોનાની સારવાર જે ઔષધિ દ્વારા થઇ હતી એવીજ એન્ટી બોડી ઔષધિની ટ્રાયલ Eli Lilly કંપની કરી રહી હતી.

ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ મુજબ કંપનીએ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે પોતાની એક ઔષધિ LY-CoV555ની ટ્રાયલ માટે પરવાનગી માગી હતી. આ ટ્રાયલ LY-CoV555 દવા માટે હતી કે પછી બીજી દવા માટે હતી. ટ્રાયલ તરત રોકી દેવાની જાહેરાત કંપનીએ કરી હતી. નોંધનીય છે કે આ કંપનીએ તાજેતરમાં પોતાની બે એન્ટી બોડી દવાઓના મિશ્રણની ટ્રાયલના ડેટા જાહેર કર્યા હતા. એ સાથે એક એન્ટી બોડી દવાની મોનોથેરપી ટ્રાયલની વિગતો પણ જાહેર કરી હતી.

આ મામલે કંપનીએ એવો દાવો કર્યો હતો કે ટ્રાયલમાં સંડોવાયેલા બધા દર્દીઓ સાજા થઇ ગયા હતા પરંતુ દરેક દર્દીમાં કોઇ આડઅસર જોવા મળી હતી. ફક્ત બે દર્દીમાં ગંભીર એલર્જિક આડ અસર જોવા મળી હતી. માત્ર ચોવીસ કલાક પહેલાં જ્હૉન્સન એન્ડ જ્હૉન્સન કંપનીની કોરોનાની કહેવાતી દવાની ટ્રાયલ પણ રોકી દેવામાં આવી હતી. Eli Lillyની ટ્રાયલને સરકારે આર્થિક મદદ કરી હતી. Eli Lillyએ બનાવેલી એન્ટી બોડી દવાની ટ્રાયલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પર કરાઇ રહી હતી.