Ind Vs Eng 3rd Test : ઈંગ્લેન્ડે ટોસ જીતીને લીધો બેટિંગ કરવાનો નિર્ણય

0
20

અમદાવાદ
તા : 24
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની વચ્ચે ચાર મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદ (Ahmedabad)માં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ છે, જે પિન્ક બોલથી રમાશે. આ ભારતમાં રમાનારી બીજી ડે-નાઇટ ટેસ્ટ હશે. આ પહેલા કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ભારતે બાંગ્લાદેશની વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી.

અગાઉ ઇડન ગાર્ડન પર ભારત-બાંગ્લાદેશ સામે ૨૦૧૯માં પિન્ક બોલ સાથે ડે-નાઇટ ટેસ્ટ રમ્યું હતું અને જીત્યું હતું.પિન્ક બોલ વડે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધીમાં રમાયેલી ૧૫ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોએ ૨૪.૪૭ની સરેરાશે ૩૫૪ અને સ્પિનરોએ ૩૫.૩૮ની સરેરાશે ૧૧૫ વિકેટ ઝડપી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝ હાલમાં ૧-૧થી બરોબરી પર છે. અને ઈંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈ થવા બાકીની બંને ટેસ્ટ જીતવી પડે તેમ છે. તેની સામે વિરાટ કોહલીની ટીમનું કામ થોડું સરળ છે. તેણે ત્રીજી ટેસ્ટ જીતવા ઉપરાંત ચોથી ટેસ્ટ ફક્ત ડ્રો જ કાઢવી પડશે અને તેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રવેશ સુનિશ્ચિત થઈ જશે…. ન્યૂઝીલેન્ડે આ વર્ષે લોર્ડસમાં રમાનારી ટેસ્ટ માટે ટોચની ટીમ તરીકે તેનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ છે.