ખેડૂત બિલના વિરોધ અંગે વિપક્ષો રાષ્ટ્રપતિ કોવિંદને મળશે

0
49

નવી દિલ્હી
તા : 21
કૃષિ બિલને લઈને વિવાદ રોજબરોજ વકરતો જાય છે. આ વિવાદ વચ્ચે વિપક્ષની પાર્ટીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાની પરવાનગી માંગી છે. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિને એવી અપીલ કરવામાં આવશે કે તેમના દ્વારા કૃષિ બિલ્સ પર હસ્તાક્ષર કરવામાં ન આવે અને તેને પાછા રાજ્યસભા મોકલી આપે. આ દરમિયાન વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિને રાજ્યસભામાં શું થયુ તેની જાણકારી આપવામાં આવશે.

રાજ્યસભામાં ધ્વનિમત દ્વારા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ-2020 અને કૃષક કિંમત આશ્વાસન સમજોતા અને કૃષિ સેવા કરાર-2020 પર મંજૂરી આપી દીધી છે. બિલોના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ દરમિયાન આઠ રાજ્યસભા સાંસદોને સસ્પેંડ કરવાના મુદ્દાને પણ ઉઠાવવામાં આવશે. તેમજ વિપક્ષ દ્વારા આ મુદ્દાને ફરી રાજ્યસભામાં ઉઠાવવામાં આવશે. બિલ પાસ કરવામાં આવ્યા તે દરમિયાન સંસદમાં મોટો હંગામો થયો હતો.

વિપક્ષી સાંસદો દ્વારા ઉપસભાપતિની ખુરશી, ટેબલ પર મુકેલા કાગળો ફાડી અને માઈક પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ હરકતોને કારણે સોમવારે રાજ્યસભાના ચેરમેન વેકૈંયા નાયડુએ કુલ આઠ સાંસદોને પૂરા સત્ર માટે સસ્પેન્ડ કરી નાખ્યા હતા. તેમાં સંજય સિંહ, ડેરેક ઓબ્રાયન સહિત અન્ય લોકો પણ સામેલ છે. સસ્પેંડ કરાયેલા સાંસદો સોમવારની સવારથી ધરણા પર બેસી ગયા હતા. પહેલા તેઓઓ સંસદની અંદર ધરણા પર બેઠા હતા, હવે સંસદના પરિસરમાં ધરણા પર બેઠા છે.