મફ્ત કોરોના રસી પર દરેક ભારતીયનો અધિકાર : કેજરીવાલ

0
63

નવી દિલ્હી
તા : 24
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશભરમાં મફ્ત કોરોના વેક્સિનનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો છે. શનિવારે શાસ્ત્રી પાર્ક અને સીલમપુર ફ્લાઈઓવરના ઉદ્ઘાટનના સ્થળ પર કેજરીવાલને કહ્યું કે, દરેક ભારતીયને મુફ્ત વેક્સિન મેળવવાનો અધિકાર છે. કોરોનાથી બધા લોકો હેરાન છે, તેથી આખા દેશને ફ્રિમાં રસી મળવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે, તેઓ દિલ્હીની જનતાને અને ખાસ કરીને યમુનાપારની જનતાને શુભેછ્ચા આપવા માંગે છે, કેમ કે બંને ફ્લાઈઓવર શરૂ થઈ ગયા છે. શાસ્ત્રી પાર્ક અને સીલમપુર ફ્લાઈઓવર શરૂ થવાથી આઈએસબીટીથી યૂપી બોર્ડરનો રસ્તો લગભગ 10 મીનિટમાં પૂરો થઈ શકે છે.

કેજરીવાલે દિલ્હીવાસીઓને સસ્તામાં અનાજ મળે તે માટે તેને લઈને પહલા ભરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તેમને કહ્યું હતું કે, ડૂંગળીના વધી રહેલા ભાવ પર પગલા ભરવા જરૂરી છે અને અમે તે અંગે પગલા જરૂર ભરીશું. તેમને કહ્યું કે, આખા દેશમાં ડૂંગળીના ભાવ વધી રહ્યાં છે, તેમાં કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવો જોઈએ. જેથી આખા દેશની અંદર કિંમતો પર કંટ્રોલ કરી શકાય. બીજી તરફ ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા ઉપર એકપણ નેતા કોઈ જ વાત કરી રહ્યો નથી. ગુજરાતમાં પ્રતિદિવસ લોકોની મુશ્કેલીઓ વધી રહી છે પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. ગુજરાતમાં નેતાઓ માત્રને માત્ર વાણી-વિલાસ કરી રહ્યાં છે.