ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે

0
141

ગાંધીનગર
તા : 19
ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દશેરાના (25th October, Dussehra) દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી અક્ષરધામ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ કરાયુ છે. લગભગ 7 મહિનાના બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આગામી 25 ઓક્ટોબરથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે. જે દિવસે દશેરા પણ છે. મંદિરમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે.

અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે. દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.