ગાંધીનગરમાં બનશે દેશ-દુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ

0
53

ગાંધીનગર
તા : 30
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 68મી મન કી બાતમાં કરી તેમાં સૌથી મહત્વનો મુદ્દો દેશના બાળકો માટે સ્વદેશી રમકડાં બનાવવાનો અને વૈશ્વિક રમકડાં બજારમાં ભાગીદારી વધારવાનો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક નિર્ણય લઈને સ્વદેશી રમકડાં માટે ઘણા નિર્ણયો લીધા છે. જેમાં સ્વદેશી રમકડાં બાજરને પ્રોત્સાહન આપવામાં આવશે. ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું બાળ ભવન. બાલભવન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાલભવન માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને જમીન આપવામાં આવી છે. ગિફ્ટ સીટી પાસે શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1500 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને 5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ બાળભવનનું મુખ્ય આકર્ષણ બનશે અહીં નિર્માણ પામનાર ટોયઝ મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં દેશના ખૂણે ખૂણેથી લવાયેલા પ્રાચીન અને આધુનિક 11 લાખથી પણ વધારે રમકડાં પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે. 22 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટીને આગામી 2 મહિનામાં આ પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ચીલ્ડરન યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાનને પીએમ દ્વારા મંજૂરી મળ્યા બાદ પીએમ મોદી પોતે બાલભવનના ભૂમિપૂજન માટે ગુજરાત આવશે.