આલિયા ભટ્ટે પુરૂં કયુ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’નું શૂટિંગ

0
91

મુંબઇ
તા : 28
આલિયા ભટ્ટે તેની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પુરૂં કરી લીધું છે. ડાયરેકટર સંજય લીલા ભણસાળીની આ ફિલ્મનું શૂટિંગ પુરૂં થયું હોવાની જાણકારી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપી. આલિયા ભટ્ટે લખ્યું કે, અમે ગંગુબાઇનું શૂટિંગ ૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ શ કયુ હતું. બે વર્ષ બાદ અમે તેને પૂં કયુ છે. ફિલ્મ અને તેના સેટે મેકિંગ દરમિયાન બે લોકડાઉન, બે ચક્રવાત, ડાયરેકટર અને એકટરના કોવિડ પોઝિટિવ થવાનો સામનો કર્યેા. સેટે જેટલી મુશ્કેલીઓ સહન કરી છે તેની પર અલગથી ફિલ્મ બની શકે છે.

તેણે લખ્યું કે, તેને લાઇફ ચેન્જીગં અનુભવ મળ્યો. સર (ભણસાળી)ના નિર્દેશનમાં કામ કરવું મારા જીવનનું સપનું હતું. મને નથી લાગતું કે કોઇપણ અને આ સફર માટે તૈયાર કરી શકતું હતું, જે મેં છેલ્લા બે વર્ષમાં કયુ છે. આલિયાએ ક્રૂનો આભાર વ્યકત કરતાં લખ્યું કે, હત્પં મારા ક્રૂ વિશે ખાસ વાત કરવા માંગું છું. તેઓ છેલ્લા બે વર્ષથી મારો પરિવાર અને મિત્રો હતા. તમારા લોકો વગર આ બધું શકય નહોતું. તમામને પ્રેમ. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ સાથે આ સંજય લીલા ભણસાળીની પ્રથમ ફિલ્મ છે.