કપિલ દેવ ભારતના સર્વકાલિન મહાન ક્રિકેટર : ગાવસ્કર

0
55

મુંબઈ
તા : 27
ભારતીય મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કપિલ દેવ (Kapil Dev)ને ભારતના સર્વકાલિન સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, તેમને તે વાત પર કોઈ શંકા નથી કે કપિલ દેવ ભારતના ઓલ ટાઇમ બેસ્ટ ક્રિકેટર છે. ગાવસ્કરે કપિલને ‘કમ્પ્લીટ’ ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, 1983ના વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ હંમેશા ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર રહ્યાં છે.

ગાવસ્કરે કહ્યુ, સૌથી ઉપર કપિલ દેવ હશે, મારા માટે તે સર્વશ્રેષ્ઠ ઠે. સૌથી આગળ કપિલ હશે. ગાવસ્કરના શબ્દોમાં કપિલ રમતના દરેક પાસા પર પોતાની અસર રાખતા હતા. તે બોલ અને બેટ બંન્નેથી મેચ જીતી શકતા હતા. તે વિકેટ ઝડપીને તમને જીત અપાવી શકે. તે ઝડપથી 80-90 રન બનાવીને મેચનું પરિણામ બદલી શકતા હતા. તેમણે બેટથી પણ પ્રભાવ છોડ્યો અને બોલથી પણ. આ સિવાય આપણે તેમના કેચને પણ ન ભૂલવા જોઈએ. તો કુલ મળીને તેઓ એક સંપૂર્ણ ક્રિકેટર હતા.