WHOની ટીમ પહોંચી અમદાવાદની GCS હોસ્પિટલ

0
106

અમદાવાદ
તા : 19
અમદાવાદના GCS હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે .વેક્સિન લેવા માટે હેલ્થ વર્કરનો ધસારો છે.સિનિયર તબીબોએ વેક્સિન લીધી છે. કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉકટર દિલીપ શ્રીનિવાસન અને ક્રિટિકલ કેરના હેડ ડૉકટર પ્રતિભાબેને પણ વેક્સન લીધી છે. બંને પતિ-પત્નીએ વેક્સિન લઈને સંદેશ આપ્યો છે. ઉલ્લખનીય છે કે તબીબ પરિવાર એક સાથે વેક્સિન લેવા પહોંચ્યો અને એક સાથે જરસી મુકાવી હતી. જ્યારે બીજી તરફ Who ની ટીમ પહોંચી GCS હોસ્પિટલ પહોંચી છે. વેક્સીનેશનને લઈને હાલ ટીમ સમીક્ષા અને મુલાકાત કરી રહી છે. Who ના પ્રતિનિધિ સહિતની ટીમ GCS હોસ્પિટલમાં પહોંચી છે.

રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી કોરોનાની વેક્સીનેશનની શરૂઆત થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન આપવાની કવાયત સવારથી જ શરૂ કરી દેવાઇ હતી.આજે દિવસ દરમિયાન 100 જેટલા હેલ્થ વર્કરને વેક્સિન અપાશે મહત્વનુ છે કે શનિવારે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતીમાં વેક્સીનેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બાદમાં સોફ્ટવેર ખામીના કારણે વેક્સિનેશનના મેસેજ મોકલવામાં મુશ્કેલી પણ સર્જાઈ હતી. જોકે હવે આજથી આ રસીકરણની પ્રક્રીયા ફરી શરૂ કરાઇ છે.