મિથુનના દીકરા પર રેપ અને બળજબરી અબોર્શનનો કેસ

0
21

મુંબઈ
તા : 17
એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને રેપ, જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઇલ થયો છે. મિથુનની પત્ની યોગિતા બાલીને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક એક્ટ્રેસ-મૉડલે બન્ને વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પીડિત અને મહાઅક્ષય 2015થી રિલેશનશિપમાં હતો. મહાઅક્ષયે લગ્નનો દાવો કરી યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા હતા. 2015માં મહાઅક્ષયે પીડિતને ઘરે બોલાવ્યો હતો અને તેને સોફ્ટ ડ્રિંકમાં નશીલી દવા આપી હતી. આ વચ્ચે મહાઅક્ષયે પીડિતને કંસેટ સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછી લગ્નનુ કહ્યુ હતું.

મહાઅક્ષય ઉર્ફ મિમોહ 4 વર્ષ સુધી શારીરિક સબંધ બનાવતો રહ્યો હતો અને શારીરિક,માનસિક રીતે પરેશાન કરતો રહ્યો હતો. જ્યારે યુવતી પ્રેગનન્ટ થઇ તો મહાઅક્ષયે તેને અબોર્શન કરાવવા માટે દબાણ કર્યુ હતું. યુવતી ના માની તો તેને કેટલાક પિલ્સ આપીને અબોર્શન કરાવ્યુ હતું. પીડિત અનુસાર, તેને ખબર નહતી કે પિલ્સથી અબોર્શન થઇ શકે છે. ઓશિવારા પોલીસ સ્ટેશનના સીનિયર નીરિક્ષક દયાનંદ બાંગરે જણાવ્યુ કે મહાઅક્ષય અને તેમની માતા વિરૂદ્ધ કલમ 376 (2) (N) (એક જ મહિલાથી વારંવાર બળાત્કાર કરવો), 328 (ઝેર આપી અથવા બીજી રીતે ઇજા પહોચાડવી), 417 (વિશ્વાસઘાત), 506 (ધમકી આપવી), 313 (મહિલાની સહમતિ વગર ગર્ભપાત) અને કલમ 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.