ગિરનાર રોપ-વે : 180 કિમીનો પવન જીલી શકવાના દાવાનો ફિયાસ્કો

0
18

જૂનાગઢ
તા : 21
ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપવેને બંધ કરી દેવાનો વારો આવ્યો. ભારે પવન ફૂંકાતાં આ નિર્ણય લેવો પડ્યો હતો. આ દરમિયાન અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન આવે તેવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો હતો. ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવવામાં આવેલા ગિરનાર ટેમ્પલ રોપ-વેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદઘાટન સાથે ખુલ્લો મૂક્યો હતો.

રોપવેની ટિકિટના ઊંચા ભાવને લીધે લોકોમાં ભારે રોષ છે. આ મામલે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ ચલાવવામાં આવી રહી છે, હજુ આગામી દિવસોમાં લડતને વધુ તેજ બનાવાશે. આમ, એક વિવાદ ઊભો છે ત્યાં બીજી ક્ષતિ સામે આવી છે. ગુરુવારની રાત્રિના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા જ રોપ-વે બંધ કરવાનો વારો આવ્યો હતો. આવા પવન દરમિયાન રોપ-વે બંધ કરાતા સ્થાનિકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. કારણ-કે, શિયાળામાં અહીં ભારે પવન ફૂંકાવવો સામાન્ય વાત છે.