2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ

0
134

નવી દિલ્હી
તા : 01
ગત વર્ષે એટલે કે 2020માં સોનાએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું હતું. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઘણા કારણોસર સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. હવે જાણકારોનો અંદાજ છે કે નવા વર્ષે એટલે કે 2021માં પણ સોના (Gold) અને ચાંદીમાં (Silver) ચમક વધશે. શક્ય છે કે બંને કિંમત ધાતુઓના ભાવમાં ઘણો વધારો જોવા મળે. બજાર જાણકારોનું કહેવું છે કે 2021માં સોનાની કિંમત 65.000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઈ શકે છે.

2020માં ગોલ્ડમાં રોકાણકારોને 27 ટકા અને સિલ્વરમાં લગભગ 50 ટકા રિટર્ન આપ્યું છે. ઓગસ્ટ 2020માં તો સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર 56,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. ચાંદી પણ લગભગ 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી.

ICICI Securitiesના વિશેષજ્ઞોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રિકવરી અને રિવાઇવલ હાલ અનિશ્ચિતતાના ગાળામાં છે. આ કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણ પર દાવ લગાવી શકે છે. બ્રાકરેજ ફર્મના વિશેષજ્ઞોનો અંદાજ છે કે 2021માં સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સુધી પહોંચી શકે છે.