સરકારે મા-કાર્ડની મુદ્દત 30 જુન સુધી વધારી

0
20

ગાંધીનગર
તા : 19
ગુજરાત રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે મા-કાર્ડનો ઉપયોગ ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાશે તેવો સ્તુત્ય નિર્ણય લીધા પછી વધુ એક સારો નિર્ણય લીધો છે અને મા-કાર્ડની મુદ્દત ૩૦મી જુન સુધી વધારી દીધી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત ૩૧ મી માર્ચ-૨૦૨૧ના રોજ પૂરી થઇ ગઈ છે તેમની મુદ્દત ૩૦/૬/૨૧ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને આ એક વધુ રાહત આપી છે. આ પહેલા સરકારે બે દિવસ પૂર્વે એવી જાહેરાત કરી હતી કે, જેની પાસે માં કાર્ડ હશે તેઓ કોરોનાની સારવાર ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે લઇ શકશે.