GTUની મોક ટેસ્ટ દરમિયાન ટેકનિકલ ખામી, વિદ્યાર્થીઓ પરેશાન

0
11

અમદાવાદ
તા : 23
રાજ્યની સૌથી મોટી અને સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લઈ શકવા માટે વિદ્યાર્થીઓની MCQ બેઝ મોક ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે આ મોક ટેસ્ટ યોજાઈ હતી. જો કે આ મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક ટેકનિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનો બપોરના 12થી 12:30નો સમય નક્કી કર્યો હતો. ત્યાર બાદ 1 વાગ્યે સાઈટ પર એરર આવવા લાગી હતી અને ઓપ્શન પણ બતાવતા નહોતા. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે સમય બદલીને 1:30 વાગ્યાનો કર્યો હતો. જો કે આમ છતાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા હવે વિદ્યાર્થીઓને 2 વાગ્યાથી 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.

AICTEની ગાઈડલાઈન મુજબ જુલાઈમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે ત્યારે જીટીયુમાં ડિગ્રી-ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીના વિવિધ ટેકનિકલ કોર્સના 4-5 લાખ વિદ્યાર્થીઓની અગાઉની જેમ રેગ્યુલર પરીક્ષા લેવી અને ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવું તેમજ પરિણામો આપવા ખૂબ જ કપરી કામગીરી છે. જેને લઈને જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓની MCQ આધારિત જીપીએસસી પેટર્ન મુજબની કોમ્પ્યુટર મોડથી પરીક્ષા લેવાની વિચારણા કરી હતી.