અમદાવાદ : GTUમાં સાયબર ક્રાઇમનો કોર્સ શરૂ

0
25

અમદાવાદ
તા : 22
ડિજિટલ યુગના સમયની સાથે સાથે સાયબર ક્રાઇમના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. GTUમાં સાયબર ક્રાઇમને લગતો એક કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજી યૂનિવર્સિટીમાં ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

GTUમાં શરૂ કરવામાં આવેલા નવા કોર્ષમાં 30 બેઠકો માટે 400 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. આ કોર્ષ શરૂ કરનાર ગુજરાત ટેકનોલોજી યૂનિવર્સિટી રાજ્યની પ્રથમ યૂનિવર્સિટી બની છે. GTUના કુલપતિ નવીન શેઠે કહ્યુ કે, “એક સમયે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બિઝનેસમેન મુકેશ અંબાણીએ હાલના સમયમાં ડેટા સોનાની ખાણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો, તેને ધ્યાનમાં લઇને GTUએ ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કર્યો છે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલિસીસનો અભ્યાસ શીખવાડવામાં આવશે.”

GTUના સાયબર એક્સપર્ટ અવાર નવાર સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસની મદદ કરતા રહ્યા છે. GTUમાં પોલીસ જવાનોને સાયબર ગુનાઓ ઉકેલવા માટે પોલીસની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેમજ ફાર્મસીમાં વિજિલન્સનો કોર્ષ અને મેનેજમેન્ટ સ્કૂલમાં ડિજિટલ માર્કેટિંગનો કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યો છે.