ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10,340 કેસ નોંધાયા

0
11

ગાંધીનગર
તા : 19
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 10,340 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,891 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 110 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 61,467 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 329 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 61,318 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,37,545 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5377 દર્દીનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 1,17,468 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ડોઝનું 88,80,954 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 14,07,058 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 56,091 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 43,966 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.