ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1137 કેસ નોંધાયા

0
52

ગાંધીનગર
તા : 22
ગુજરાતમાં કોરોનાનો વિકાસ હજુ પણ ગતિશીલ છે, છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવાં ૧૧૩૭ પોઝિટિવ કેસ અને નવ મોત નોંધાયા છે. આ નવાં કેસો અને મૃત્યુના બાદ ગુજરાતમાં કુલ કેસોનો આંક ૧,૬૨,૯૮૫ થયો છે અને કુલ મૃત્યુઆંક ૩૬૬૩ થયો છે. સુરતમાં ૨૩૯ અને અમદાવાદમાં ૧૭૭ પોઝિટિવ કેસો નોંધાયા છે. અત્યારે રાજ્યમાં કુલ ૧૪,૨૧૫ કેસો એક્ટિવ એટલે કે કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

છેલ્લાં ચોવીસ કલાકમાં સુરતમાં ૨૩૯, અમદાવાદમાં ૧૭૭, વડોદરામાં ૧૧૮, રાજકોટમાં ૧૦૪, જામનગરમાં ૬૫ કેસ નોંધાયા છે. મોટાં શહેરો ઉપરાંત હવે નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પણ કોરોનાનો શિકાર બન્યા છે અને આ વિસ્તારોના દર્દીઓની હાલત વધુ દયનીય છે. જેમાં મહેસાણામાં ૪૮, ગાંધીનગરમાં ૪૬, કચ્છમાં ૨૬, જૂનાગઢમાં ૨૬, પાટણમાં ૨૬, ભરૂચમાં ૨૩, દાહોદમાં ૨૩, પંચમહાલમાં ૨૨, સાબરકાંઠામાં ૨૨ અને સુરેન્દ્રનગરમાં ૨૦ કેસ નોંધાયા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં ત્રણ, અમદાવાદમાં બે, વડોદરામાં એક, બનાસકાઁઠામાં એક, ભરૂચમાં એક, અને ગીર-સોમનાથમાં એક એમ કુલ નવ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે આ દર્દીઓના મૃત્યુ માત્ર કોરોનાના કારણે જ થયા છે, કોરોનાની સાથે કોઇ અન્ય રોગ હોય અને દર્દીનું મૃત્યુ થાય તો સરકાર આમૃત્યુને કોરોનાથી થયેલું મૃત્યુ ગણતી નથી અને તેના આંકડા પણ જાહેર કરતી નથી. હાલ સમગ્ર રાજ્યમાં કુલ૧૪,૨૧૫ કેસ એક્ટિવ છે, જે પૈકી ૧૪,૧૪૦ કેસ સ્ટેબલ છે અને ૭૫ કેસ વેન્ટિલેટર પર છે. આજે કુલ ૧૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને કુલ ડિસ્ચાર્જનો આંક ૧,૪૫, ૧૦૭ થયો છે.