ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 11,407 કેસ નોંધાયા

0
11

ગાંધીનગર
તા : 20
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 11,407 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,179 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 117 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,66,698 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ડોઝનું 85,29,083 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 12,03,465વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કુલ 1,66,698 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સરકાર રસી અને કેસ બંને વચ્ચે યુદ્ઘના ધોરણે કામ કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,51,192 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 89,59,960 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 14,79,244વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 72,341 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 69,895 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.