ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 13,050 કેસ નોંધાયા

0
20

ગાંધીનગર
તા : 05
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 13,050 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 12,121દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. દરમિયાનમાં આજે 174 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 4693 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 1,48,279 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 778 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,47,519 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 4,64,396 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 7,779 દર્દીનાં મૃત્યુ થયા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ 1,29, 829 વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં 1 કરોડ 27 લાખ, ત્રણ હજાર ચાલીસ વ્યક્તિનું રસીકરણ થઈ ગયું છે જે પૈકીના 1 કરોડ 20 હજાર 449 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

એક મેથી રાજ્યમાં 18-45 વય જૂથના લોકો માટે રસીકરણ શરૂ થઈ રહ્યુ છે ત્યારે આ વયજૂથના લોકો માટે નિશુલ્ક રસી આપવામાં આવશે. સરકારે હૈદરાબાદની ભારત બાયોટેકને કોવેક્સીનના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે જ્યારે પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશિલ્ડના 1 કરોડ ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે.