ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 12,206 કેસ નોંધાયા

0
12

ગાંધીનગર
તા : 21
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 12,206 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,339 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાંથી અમદાવાદમાં સતત 4000થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 121 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 4691 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 76,500 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 353 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 76,167 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,46,067 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5615 દર્દીનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,51,390 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 90,34,309 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 15,56,285વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 67,315 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 74,604 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.