ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12,553 કેસ નોંધાયા

0
19

ગાંધીનગર
તા : 22
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 12,553 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,802 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં વિક્રમજનક 4906 કેસ નોંધા છે જે પૈકીના 4821 કેસ અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 125 મોત થયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 84,126 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 361 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 83,765 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,50,865 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5740 દર્દીનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,25,942 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 90,90,538 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 16,22,998વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 54,548 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 64,510 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.