ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12,820 કેસ નોંધાયા

0
13

ગાંધીનગર
તા : 04
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,820 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 11,999 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યાં છેલ્લા બે ત્રણ દિવસથી કેસનો ઘટાડો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પણ નવા કેસની સંખ્યા 5000ની નીચે ગઈ છે. દરમિયાનમાં આજે 140 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે 4616 કેસ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 1,47,499 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 747 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 4,52,275 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 7,648 દર્દીનાં મૃત્યુ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 140 દર્દીનાં મૃત્યુ થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન માં 10, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 10, ભાવનગર જિલ્લામાં 7, રાજકોટ જિલ્લામાં 6 મોતનો સમાવેશ થાય છે જ્યારે જૂનાગઢ, જામનગર જિલ્લો, ભાવનગર કોર્પોરેશન, વડોદરા જિલ્લો વગેરેમાં 5-5 મોત થયા છે. જૂનાગઢ કોર્પોરેશન, સાબરકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગરમાં સરકારી ચોપડે 4-4 મોત નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા,. સુરત જિલ્લો, કચ્છ, મહેસાણામાં 3-3 મોત નોંધાયા છે. બનાસંકાઠા, ગાંધીનગર કોર્પેોરેશન, 2-2 મોત નોંધાયા છે. જ્યારે બોટાદ, પોરબંદર. તાપી, અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, મહીસાગર, જિલ્લામાં 1-1 મોત નોંધાયા છે.