ગુજરાતમાં 24 કલાકમાં 667 નવા પોઝિટિવ કેસ

0
32

ગાંધીનગર
તા 8
રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 667 કેસ નોંધાયા છે. ત્યારે 899 દર્દીઓ સ્વથ્ય થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4332 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે. રાજ્યમાં કુલ 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગત પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 133, સુરતમાં 120, સુરત જિલ્લામાં 37, વડોદરામાં 119, રાજકોટમાં 80, જૂનાગઢમાં 21, કચ્છ, ગાંધીનગરમાં 17-17, ભરુચમાં 16, જામનગર, ભાવનગરમાં 15-15, દાહોદ, મહેસાણામાં 14-14, આણંદ, ખેડામાં 10-10 સહિત કુલ 667 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારે કુલ 8359 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 58 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 8301 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,37,222 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.