ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 283 કેસ નોંધાયા

0
11

ગાંધીનગર
તા : 22
અંકુશમાં આવ્યા બાદ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 283 કેસ નોંધાયા છે. જેની સામે 264 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4405 છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,12,547 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 55,409 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 68, સુરતમાં 47, વડોદરામાં 65, રાજકોટમાં 22, કચ્છમાં 11, ગાંધીનગરમાં 9, ભરૂચમાં 6 સહિત કુલ 283 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમે કુલ 8 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત પંચમહાલમાં થયું છે. રાજ્યમાં અત્યારે કુલ 1690 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1661 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 261009 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.