ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 3575 કેસ નોંધાયા

0
15

ગાંધીનગર
તા : 08
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3575 કેસ નોંધાયા છે. જેની સામે 2217 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4620 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકા છે. અત્યાર સુધીમાં 71,86,613 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 8,74,677 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 22 દર્દીના મોત થયા છે. સુરતમાં 10, અમદાવાદમાં 6 જ્યારે વડોદરા, બનાસકાંઠા, ભાવનગર, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 452, સુરતમાં 755, વડોદરામાં 218, રાજકોટમાં 213, જામનગરમાં 84, મહીસાગરમાં 77, પંચમહાલ, ભાવનગરમાં 43, ગાંધીનગરમાં 40-40 સહિત કુલ 2217 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 18684 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 175 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 18509 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,05,149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.