ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 53,615 લોકોને રસી અપાઈ

0
14

ગાંધીનગર
તા : 11
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણ કાર્યક્રમ વચ્ચે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53,615 વ્યક્તિને એક જ દિવસમાં 833 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 255 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 495 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્ય સરકારની કામગીરીના કારણે રાજ્યમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર શહેર, બોટાદ, ડાંગ,. નવસારી, પાટણ, તાપી, પોરબંદર, વલસાડ એમ કુલ 10 જિલ્લા અને કોર્પોરેશનમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોવિડનો રિકવરી રેટ પણ 97.65 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં હાલમાં કુલ 1800 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 1774 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,57,968 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4397 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોરોનાના કેસ ઘટડા આરોગ્ય તંત્ર અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ગત 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કો અને સાથે બીજો તબક્કો મળીને કુલ 7,14, 131 વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થઈ ગયું છે. સરકારી કોરોના બુલેટિન મુજબ અત્યારસુધીમાં કોરોના રસીના કારણે એક પણ વ્યક્તિને કોરોનાની આડઅસર જોવા મળેલી નથી.