ગુજરાતમાં દારૂબંધી, ASI દારુ ભરેલ કારનું કરતો હતો પાઈલોટીંગ

0
103

રાજકોટ
તા : 21
ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે. તેમ છતાં વર્ષે હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં વહેચાઈ છે અને ખરીદવામાં આવે છે. તો બીજી તરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરોને દારૂ ના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે. જેમાં નિતનવી તરકીબો પણ સામે આવતી હોય છે, પણ જેનું કામ આવા નશીલા પદાર્થોને ઝડપી પાડવાનું છે, તે જ આ કારોબારમાં સંડોવાયેલા હોય તો..? હા આં વાત એકદમ સાચી છે, રાજકોટ એસઓજી ટીમે ખુદ ASI કક્ષાના પોલીસકર્મી સહીત ત્રણ શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

પોલીસ ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ પાર્સિંગની બે કાર કે જેના ડેશ બોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ લગાવેલું છે. તે કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલ છે. તે બને કાર દારૂની હેરા ફેરી માટે વાપરવામાં આવી રહી છે. તો સાથે જ પોલીસના વેશમાં બૂટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હોય તે પ્રકારની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં રાજકોટના વિધાનગર મેઈન રોડ પરથી બે કારને રોકી તપાસ કરતા તેમાંથી મોંઘીદાટ સ્કોચનો જથ્થો મળી આવ્યો હતો.

દારુ સાથે ઝડપાયેલા આરોપીઓમાં વિરેન્દ્રસિંહ અમદાવાદના આઇ. ડિવિઝન ખાતે ASI તરીકે ફરજ બજાવતો હોવાનો ખૂલ્યું છે. જયારે અન્ય બે તેના મિત્રો હોવાનું સામે આવે છે, વધુમાં ASI ખુદ વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. હાલ એસઓજીએ ASI સહિત 3 આરોપીઓને વિદેશી દારૂ ઉપરાંત બે કાર સહિત કુલ રૂ. 9.53 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પકડાયેલ મુદામાલ :

 • ટીચર્સ હાઇલેન્ડ બોટલો નંગ 24 રૂ. 43200
 • બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલો નંગ – 12 કિ રુપીયા 21600
 • ડબલ બ્લેક બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ -4 કિં.રૂ. 1200
 • બ્લેક ડોગ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ -12 કિં. રૂ. 21600
 • ગ્લીનફીડીચ સિંગલ માત્ર સ્કોચ વ્હીસ્કી બોટલો નં. 4 કિં.રૂ. 12000
 • 100 પાઇપર સ્કોચ વિસ્કી બોટલ નંગ 12 કિ.રુ, 21600
 • બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી બોટલ નંગ-4 કિ.રૂ. 12000
 • મોબાઇલફોન નંગ – 5 કિ.રૂ. 9000
 • મારૂતી સ્વીફટ કાર કિ.રૂ. 3,00,000
 • મારૂતી સીયાઝ કાર કિ.રૂ. 5,00,000
 • કુલ મુદ્દામાલ રૂ. 9,53,000