ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની TRAIના ચેરપર્સન પદે નિમણૂંક

0
62

રાજકોટ,તા:29

ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની TRAIના ચેરપર્સન પદે નિમણૂક કરવામાં આવી છે. આ મહિને જ તેઓ નિવૃત થવાના હતા ત્યારે 3 વર્ષનો કાર્યકાળ વધારી નવી જવાબદારી સોંપવામાં આવી છે.

વિસ્તૃત વિગત મુજબ ગુજરાત કેડરના વધુ એક સિનિયર IAS અધિકારીની કેન્દ્રમાં મહત્વનું સ્થાન મળ્યું છે. 1986 બેંચના IAS અધિકારી પી.ડી.વાઘેલાને ટેલિકોમ રેગ્યુલેરેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન તરીકે નિમણૂક આપ વામાં આવી છે. તેઓ આ મહિને તા.30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રના ફાર્માસ્યુટિકલ સેક્રેટરી પદેથી નિવૃત થઈ રહ્યા છે ત્યારે જ ટ્રાઈમાં નિમણૂક અપાઈ છે. તેમના કાર્યકાળની મુદ્દત આગામી ત્રણ વર્ષ સુધી રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS , IPS અધિકારીઓનું કેન્દ્રમાં દબદબો રહ્યો છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ લેફ્ટન્ટ ગવર્નર ગુજરાત કેડરના સિનિયર IAS ઓફિસર જીસી મુર્મુને કેગના વડા બનાવ્યા હતા. ગયા મહિનામાં જ વર્લ્ડ બેન્કના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકેની મુદ્દત પૂર્ણ કરીને આવેલા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS એસ અર્પણાને ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઈ હતી. કેન્દ્રમાં હાલમાં ફાર્માસ્યૂટિકલ સેક્રેટરી તરીકે ગુજરાત કેડરના સિનિયર IAS પી.ડી.વાઘેલા છે. આ મહિનાના અંતમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા તેમને મોદી સરકારે ટ્રાઈના ચેરમેન તરીકે તેઓને નિમણૂંક આપી મહત્વની જવાબદારી સોંપી છે.

IAS પી.ડી.વાઘેલાની ગયા વર્ષે ફાર્માસ્યૂટિક સેક્રેટરી તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી. અગાઉ તેઓએ ગુજરામાં પાંચ વર્ષ સુધી સેલટેક્સ કમિશનર તરીકે સેવા આપી હતી, તેમજ ઞઙઅ-1ની સરકાર વખતે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પદે પણ રહી ચુક્યા છે.