ગુજરાતમાં કોલેજોનું નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર

0
42

ગાંધીનગર
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ ઘાતક વાયરસના કારણે દેશની તમામ શાળાઓ બંધ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા નવુ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કેલેન્ડર પ્રમાણે પહેલુ સત્ર તમામ કોલેજોએ ઓનલાઇન કરવાનુ રહેશે. બીજા સત્રમાં પણ ઓનલાઇન, ઓફલાઇન શૈક્ષણિક કાર્ય કરવુ તે જરૂરયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનુ રહેશે. યુનિવસટીઓ પરીક્ષા પણ ઓનલાઇન, ઓફલાઇન કે અસાઇમેન્ટના માધ્યમથી લેવામાં આવશે. દિવાળીનુ વેકેશન તા.6 નવેમ્બરથી તા.18મી નવેમ્બર એટલે કે માત્ર 12 દિવસનુ રહેશે. વર્ષ 2020-21નુ શૈક્ષણિક સત્ર તા.1લી જુલાઇ સુધીમાં પુરૂ કરવાનુ રહેશે.

ગુજરાતમાં હાલ કોરોના મહમારીની સિૃથતિ લાંબી ચાલે તેમ છે ત્યારે હવે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય કેવી રીતે કરવુ અને એકેડેમિક કેલેન્ડર કેવી રીતે નક્કી કરવુ તે અંગે આજે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે દરેક યુનિવસટીઓ આગામી તા.15મી ઓક્ટોબરથી 15થી 20 વિદ્યાર્થીઓની બેચ પ્રમાણે પ્રાયોગિક કાર્યો શરૂ કરી શકશે. વિદ્યાર્થીઓ માટે આંતરિક મુલ્યાંકન ફરજીયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહી. સેમેસ્ટર પધૃધતિના માળખામાં આંતરિક અને યુનિવસટી પરીક્ષાઓના ગુણનુ પ્રમાણ 30થ70 રાખવામાં આવશે. જે યુનિવસટીઓએ આંતરિક પરીક્ષા લઇ લીધી છે તેઓએ આ પ્રમાણે મુલ્યાંકન કરવાનુ રહેશે. દરેક યુનિવસટીઓ હાલમાં જે રીતે પરીક્ષા લીધી છે તેજ રીતે ઓનલાઇન, ઓફલાઇન બન્ને પ્રકારે લઇ શકશે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે દરેક યુનિવસટી અને કોલેજોએ કામગીરી કરવાની રહેશે. જોકે, દરેક યુનિવસટીઓ પોતાની રીતે આ એકેડેમિક કેલેન્ડરમાં જરૂરી ફેરફારો કરી શકશે. સૌથી મહત્વની વાત એ કે, કોલેજોએ આંતરિક મુલ્યાંકન આૃથવા સતત મુલ્યાંકનના આધારે આંતરિક પરીક્ષા લેવાની રહેશે. કોલેજો જરૂર પડે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક પણ આપી શકશે, વીકલી ટેસ્ટ પણ લઇ શકશે આૃથવા તો ગ્પ ડીસ્કશન કરીને પણ આંતરિક પરીક્ષા પુરી કરી શકશે.

  • પ્રથમ સત્ર (યુ.જી. સેમેસ્ટર-3,5 અને પી.જી. સેમેસ્ટર-3) તા.1લી ડિસેમ્બર સુધીમાં પુરૂ કરવાનુ રહેશે
  • પ્રથમ સત્ર (યુ.જી.-પી.જી.-સેમેસ્ટર-1) તા.15મી ફેબુ્રઆરી સુધીમાં પૂર્ણ કરવાનુ રહેશે
  • પ્રથમ સત્ર (જીટીયુ અને અન્ય યુનિ.) તા.30મી માર્ચ 2021 સુધીમાં પુરૂ કરવાનુ રહેશે
  • દિવાળી વેકેશન તા.6 નવેમ્બરથી તા.18મી નવેમ્બર સુધી રહેશે
  • દ્વિતિય સત્ર(યુજી સેમે-4,6 અને પી.જી.-4) તા.15મી મે 2021 સુધીમાં પુરૂ કરવાનુ
  • દ્વિતિય સત્ર (યુજી-પીજી સેમેસ્ટર-2) તા.30મી મે 2021મી સુધીમાં પુર્ણ કરવાનુ
  • પ્રથમ સત્ર ((જીટીયુ અને અન્ય યુનિ.) તા.1લી ઓગસ્ટ 2012 સુધી પૂર્ણ કરવાનુ રહેશે
  • નવુ શૈક્ષણિક સત્ર 2020-21 તા.1લી જુલાઇ 2021 સુધીમાં પુરૂ કરવાનુ રહેશે.