કોરોનાનો કાળો પ્રકોપ- રાજ્યમાં વધુ 1332 કેસ આવ્યા સામે

0
50

અમદાવાદ,તા:11

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા 1,332 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો હવે 1,09,627 થયો છે. તે પૈકી હાલ હોસ્પિટલમાં કે ઘરે કે કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ હોય તેવા એક્ટિવ દર્દીઓની સંખ્યા 16,230 છે. છેલ્લા આઠ જ દિવસના ગાળામાં કોરોનાના કુલ કેસની સંખ્યા દસ હજાર કરતાં વધુ નોંધાઇ છે. હાલ દસ લાખની વસ્તીએ ગુજરાતમાં 1,614 લોકોમાં કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. જો કે તે પૈકી હાલ સંક્રમણ ધરાવતાં દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા છે. એટલે કે અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયેલાં 1.09 લાખ કરતાં વધુ લોકોના 15 ટકાથી પણ ઓછાં દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 15 દર્દીઓના મોત થયા છે અને 1,415 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167એ પહોંચ્યો છે. જ્યારે 90,230 દર્દી ડિસ્ચાર્જ થયા છે હાલમાં 16,230 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર અને 16,139 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 6 લાખ 82 હજાર 298 લોકો ક્વોરન્ટીન છે. રાજ્યમાં 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 30 લાખ 73 હજાર 534 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.