રાજ્યના 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ

0
90

ગાંધીનગર
તા : 07
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં કરફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે.

રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામા આવી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ‘આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ચિંતા કરી હતી. જોકે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે પ્રમાણે કેટલાક નવા નિયમો લાદવામાં આવ્યા છે. અહીંયા દિવસે કે રાત્રિના કોઈ પણ પ્રકારના મોટા મેળાવડા નહીં થઈ શકે. લગ્ન પ્રસંગમાં અત્યારસુધીમાં ફક્ત 200 લોકોની છૂટ હતી પરંતુ આગામી સમયમાં લગ્નમાં 100 વ્યક્તિની જ છૂટ આપવામાં આવશે. લગ્ન સમારંભમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વધુમાં કોઈ પણ મોટા રાજકીય અને ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ નહીં યોજાઈ શકે.