ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં છે : રાકેશ ટિકૈત

0
238

ગાંધીનગર
તા : 05
ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે અમદાવાદથી યાત્રા શરૂ કરીને આણંદ, વડોદરા અને ભરૂચ પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતે અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીઆશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.

ખેડૂત નેતાએ મીડિયા સામે જણાવ્યું કે, ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ તે જ રીતે દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ હોવાનું પણ ટિકૈતે જણાવ્યું. તેમણે કહ્યું કે, ખેડૂતોનો ડર દૂર કરવા હું આવ્યો છું. ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે. જો બધા સાથે ન ઉભા રહ્યા હોત તો આજે ખેડૂતોએ જેલમાં જવાનો વારો આવ્યો હોત. ભાજપ અમારા કારણે ભયમાં છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. અમારા ધરણા શાંતિથી ચાલી રહ્યાં છે.

ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ એ રીતે દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યા પણ તેમની પાસે જબરદસ્તીથી ખોટું બોલાવાય છે. હું ખેડૂતોનો ડર દૂર કરવા આવ્યો છું. ગાંધીનગરને ઘેરાવ કરીશું અને આંદોલન ઉગ્ર બનાવીશું. ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે. જો ગુજરાતના ખેડૂત સદ્ધર હોય તો મારી સાથે મુલાકાત કરાવો. અહીં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર ખેડૂતો પર કંપનીઓએ કેસ કર્યા હતા. જો બધા સાથે ન ઉભા રહ્યા હોત તો આજે ખેડૂતોએ જેલમાં જવાનો વારો આવત. તો સાથે જ ટિકૈતે કહ્યું કે, જ્યા ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો, કોરોનાથી આંદોલનને ફરક નહિ પડે.