6 મહાનગરપાલિકાની મતગણતરી ચાલુ, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ

0
10

ગાંધીનગર
તા 23

રાજ્યની 6 મહાનગરપાલિકામાં 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 15માં કોંગ્રેસ આગળ છે. આમ આદમી પાર્ટીએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી. રાજ્યના છ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટના 2276 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીમાં 46.1 ટકા મતદાન થયું હતું. ભાજપને પહેલા જ એક સીટ મેળવી લીધી છે. અમદાવાદની નારાયણપુરા બેઠક પર મહિલા ઉમેદવાર બિન્દ્રા સુરતી સામે કોઈ ઉમેદવાર ન હોવાથી ભાજપ એક બેઠક જીતી ચૂકી છે. શાસક ભાજપ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આજે ભાજપના 577, કોંગ્રેસના 566, આમ આદમી પાર્ટીના 470, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 91, અન્ય પાર્ટીઓના 353 અને 228 અપક્ષ ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવાશે.

આ ચૂંટણીઓમાં મુખ્ય હરિફાઈ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. ભાજપનું છેલ્લા ઘણા સમયથી આ છ મહાનગરપાલિકાઓ પર શાસન છે. આમ આદમી પાર્ટી (આપ) એ દાવો કર્યો છે કે તે ભાજપ અને કોંગ્રેસ માટે અસરકારક વિકલ્પ હશે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) પ્રથમ વખત સ્થાનિક સંસ્થા ચૂંટણી લડી રહી છે.