ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ST બસ અને દિલ્હી-કંડલા વચ્ચે ફ્લાઈટ શરૂ

0
166

ગાંધીનગર
તા 10
કોરોના મહામારી વચ્ચે સાત મહિના બાદ ગુજરાત એસ.ટી બસ દ્વારા 10 ઓક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યનાં વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્રના શહેરો માટે કુલ 242 ટ્રીપ દ્વારા 30728 કિલોમીટર સંચાલન કરવામાં આવશે. જેના કારણે હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે આજથી કંડલાથી દિલ્હીની ફ્લાઈટ પણ શરૂ થશે.

આ સંચાલનમાં દૈનિક 12,000 મુસાફરોને મુસાફરીનો લાભ મળશે. ગુજરાતમાં એસ.ટી.નિગમના 16 વિભાગો પૈકી જુનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે. જુનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસ.ટી.બસોનું શિડયુલ ન હોવાથી ત્યાંથી બસો નહીં જાય. મધ્યપ્રદેશમાં બસો શરૂ કરવા અંગેનો નિર્ણય હજુ લેવાયો નથી. થોડા જ દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવવાના હોવાથી અનેક મધ્યમ અને ગરીબ મધ્યમ વર્ગોનાં પરિવારમાં આ બસ સેવાઓ શરૂ થતા રાહત થઇ છે. દેશની રાજાધાની દિલ્હીને જોડતી દિલ્હી-કંડલા વચ્ચેની વિમાન સેવા પણ આજથી શરૂ થશે. ફ્લાઈટમાં મહતમ 78 બેઠક ક્ષમતા હશે. જિલ્લામાંથી સીધી દિલ્હીને જોડતી આ પ્રથમ સક્રિય અને દૈનિક ધોરણે કાર્યરત ફ્લાઇટ બનશે.