ગુજરાતની બે યુનિવર્સિટીને વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મળ્યું સ્થાન

0
81

નવી દિલ્હી
તા : 05
ગુજરાતીઓ માટે એક સમાચાર પરંતુ આ વાંચીને જ તમે નક્કી કરો કે આપણા ગૌરવ માટે આ સારા છે કે ખરાબ સમાચાર છે. ગુજરાતની બે યુનિવર્સિટીઓને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિગમાં સ્થાન મળ્યું છે. ગાંધીનગર આઈઆઈટીને 501થી 600 રેન્ક વચ્ચે સ્થાન મળ્યું છે. આ સાથે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને 1001મું સ્થાન મળ્યું છે. જોકે, ભારતની એકપણ યુનિવર્સિટીને ટોપ 200માં પણ સ્થાન નથી મળ્યું.

ભારતની સંસ્થાઓએ 301થી 350ના બેન્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમાં આઈઆઈએસસી-બેંગ્લુરૂ અને આઈઆઈટી રોપાર સ્થાન મેળવી શકી છે. આઇઆઇટી ગાંધીનગરને વૈશ્વિક સ્તરે 501થી 600ના બેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને 1001મું સ્થાન મળ્યું છે. ગુજરાતની આ બે એવી સંસ્થા છે કે જેને વિશ્વની ટોચની સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા 93 દેશોની 1500 જેટલી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્ક કરવામાં આવી છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ સંશોધન આધારિત યુનિવર્સિટીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન 13 કાળજીપૂર્વક નિર્ધારિત કરેલા કાર્ય સૂચકાંકો પરથી કરે છે. જેમાં શિક્ષણ, સંશોધન, સાઈટેશન્સ, ઉદ્યોગ આવક અને આંતરરાષ્ટ્રીય દ્દષ્ટિકોણનો સમાવેશ છે.