નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુદ્દે હાર્દિક પટેલે ઉઠાવ્યો સવાલ

0
20

અમદાવાદ
તા : 24
અમદાવાદ ખાતે આવેલા અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. સાથે જ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે દુનિયાના સૌથી મોટા અમદાવાદ ખાતે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામે વોટ માંગનાર ભાજપ હવે સરદાર સાહેબના નામનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે.

મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે. મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે.