હાથરસ કેસના આરોપીઓએ SPને લખ્યો પત્ર

0
42

હાથરસ
તા 8
ઉત્તર પ્રદેશના હાથરસ કેસમાં આરોપીઓએ SPને પત્ર લખ્યો છે. આ પત્રમાં ખોટા કેસમાં ફસાવ્યા હોવાની દલીલ આપી છે. આરોપીઓએ પોતાના પર લાગેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા છે. મુખ્ય આરોપીએ પત્રમાં સમગ્ર વારદાતનો ઘટનાક્રમ જણાવ્યો છે. આરોપીનું કહેવું છે કે તેની પીડિતા સાથે ઓળખણ હતી અને ફોન પર વાતચીત પણ થતી હતી. મુખ્ય આરોપી સંદીપે જણાવ્યું કે આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા રવિ અને રામુ તેના પરિવાર સાથે સબંધ ધરાવે છે અને તેના કાકા છે.

મુખ્ય આરોપીએ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે તેની પીડિતા સાથે મિત્રતા હતી, જેના પર તેના પરિવારને વાંધો હતો. ઘટનાવાળા દિવસ અંગે આરોપીનું કહેવું છે કે તે દિવસે પીડિતાને મળવા માટે ખેતરે ગયો હતો પરંતુ ત્યારબાદ તે પીડિતાના કહેવા પર ઘરે પાછો ફર્યો હતો અને પિતા સાથે પશુઓને પાણી પીવડાવી રહ્યો હતો. મુખ્ય આરોપી સંદીપે પોતાના પત્રમાં પીડિતાના ભાઈ અને તેની માતા પર પીડિતા સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બધા વચ્ચે યોગી સરકારે હાથરસ મામલે નોડલ અધિકારીની નિમણૂંક કરી દીધી છે.