હાથરસ દુષ્કર્મ મામલે SFIની રેલી, 30 કાર્યકરોની અટકાયત

0
75

હિંમતનગર
તા : 12
હાથરસ દુષ્કર્મ મામલે હિંમતનગર ખાતે સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ રેલી કાઢી. જો કે મંજૂરી વિના રેલી યોજતા પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસની સાથે ત્રણ‌ કાર્યકરોને આવેદન પત્ર આપવા મોકલવામાં આવ્યા હતા. હાથરસની દુષ્કર્મ પીડીતાને જલ્દી ન્યાય અને યુવતીઓને ગામે ગામ સ્વરક્ષણની તાલીમ મળે એવી માંગ કરી હતી.

વડોદરા મહિલા શક્તિ સંગઠન દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાના વિરોધમાં કલેકટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો પીડિતાના પરિવારને ૧૪ દિવસમાં ન્યાય નહિ મળે તો ગુજરાતના સફાઈ કામદારો હડતાળ પર ઊતરશે.. અને તેની જવાબદારી તંત્રની રહેશે.અગ્રણીઓનું માનવું છે કે યોગી સરકાર મહિલાઓની સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. ગુનાખોરી વધી છે જેથી ઉતરપ્રદેશ સરકારે રાજીનામું આપવું જોઈએ.