ગુજરાત હાઇકોર્ટમાં ૧૭ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

0
52

ગાંધીનગર
તા : 10
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે શહેરની ગુજરાત હાઇકોર્ટમાં આજે ૧૭ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બુધવારે આશરે ૨૫૦ કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૭ કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

હાઇકોર્ટમાં બે દિવસમાં ૨૧ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવતીકાલે પણ અહીં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે માર્ચ મહિનાથઈ હાઇકોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે અને હવે ૧૪મી સપ્ટેમ્બરથી આંશિક રીતે કેસોની સુનાવણી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પહેલાં કોર્ટના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે અહીં સઘન ટેસ્ટિંગ તેમજ પ્રત્યક્ષ સુનાવણી માટેના કડક નિયમો અને દિશાનિર્દેશો બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.