ગૃહમંત્રીના જન્મદિને સોમનાથમાં કરાઈ વિશેષ પૂજા-અર્ચના

0
42

સોમનાથ
તા : 22
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સોમનાથ દાદા સામે અમિત શાહ માટે આયુષ્ય મંત્રજાપ પણ કરવામાં આવ્યાં છે. ગૃહમંત્રીને સોમનાથ દાદામાં અતૂટ શ્રદ્ધા છે. મોટાભાગે તેઓ પોતાના જન્મ દિવસે સોમનાથના દાદા સામે શીશ ઝુકાવીને આશીર્વાદ લે છે. અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે અને ટ્રસ્ટ દ્વારા આ પૂજા પ્રતિ વર્ષ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં છે. આ પહેલાં તેઓ તેમનાં કુળદેવીનાં દર્શન કરવા માટે માણસા ગયા હતા. સોમનાથ દાદા સામે અમિત શાહ માટે આયુષ્ય મંત્રજાપ પણ કરવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૃહ મંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેમા તેમણે કહ્યું કે, અમિત શાહજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે, જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીમાં મજબૂતીમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.