હ્રિતિક રોશન આનંદ કુમારની બાયોપિકનાં ઈંગ્લિશ વર્ઝનથી કરશે ઈન્ટરનેશનલ ડેબ્યુ

0
23

મુંબઈ
તા 5
હ્રિતિક રોશન ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મ ‘સુપર 30’ પછી આનંદ કુમારની બાયોપિકના ઈંગ્લિશ વર્ઝનથી હ્રિતિક ઈન્ટરનેશનલ ડેબ્યુ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, હ્રિતિકને આ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મ સુપર 30 જુલાઈ 2019માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં હ્રિતિકે પટનાના ગણિતજ્ઞ આનંદકુમારનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ છે. ફિલ્મમાં હ્રિતિક ઉપરાંત મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના, પંકજ ત્રિપાઠી, આદિત્ય શ્રીવાસ્તવ અને અમિત સાધ પણ લીડ રોલમાં હતા.

બિહારના આનંદની ઈચ્છા હવે પોતાની બાયોપિક સુપર 30ને ઈંગ્લિશ ભાષાના ઈન્ટરનેશનલ વર્ઝનમાં શૂટ કરવાનો છે. તે પોતાના લાઈફની સ્ટોરી ઇન્ટરનેશનલ વર્ઝનમાં લોકોને દેખાડશે. બાયોગ્રાફી ‘સુપર 30: ચેન્જિંગ ધ વર્લ્ડ 30 વિદ્યાર્થીઓ એટ અ ટાઈમ બાય આનંદ કુમાર’ કેનેડાના સાઈકાટ્રીસ્ટ બીજુ મેથ્યુએ લખી છે. આનંદ પર આ નવી ઇન્ટરનેશનલ બાયોપિકનું શૂટિંગ પટનામાં થશે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની સાથે મળીને આનંદ કુમાર પોતાની આ ઈન્ટરનેશનલ બાયોપિક કો-પ્રોડ્યુસ કરશે.