હૃતિક રોશને વેબ સિરીઝમાં કામ કરવાનો કર્યો ઇનકાર

0
23

મુંબઇ
તા : 24
હૃતિક રોશન ઓટીરી ડેબ્યુ કરવાની યોજના કરી રહ્યો હતો. કહેવાતું હતું કે, તેના ધ નાઇટ મેનેજર નામની વેબ સીરિજથી ડેબ્યુ કરવાનો છે. પરંતુ હવે આ વેબ સીરિજ લગતા નવા સમાચાર એ છે કે તેણે હવે આ વેબ સીરિઝ છોડી દીધી છે. હૃતિકને આ વેબ સીરિઝ માટે રૂપિયા ૭૫ કરોડ મળવાની અટકળ હતી.

બ્રિટીશ વેબ સીરિઝ હૃતિકની પણ ફેવરિટ હતી. આ માટે જ તેઓ આમાં કામ કરવા તૈયાર થયો હતો. સોશિયલ મીડિયા અનુસાર હૃતિકનું હેકટિક શેડયુલ હોવાનું કારણભૂત મનાય છે. હૃતિક આ વેબ સીરિઝ માટે સમય કાઢી શકે એમ ન હોવાથી તેણે છોડી દીધી છે.

આ સમાચાર મળતાં જ વેબ સીરિઝ સાથે સંકળાયેલી ટીમ હતાશ થઇ ગઇ છે. હૃતિક આ પ્રોજેક્ટનો હિસ્સો હોવાથી લોકોમાં ઉત્સાહ હતો, પરંતુ હવે ટીમ નિરાશ થઇ ગઇ છે.