ત્રીજી ટી-20: ભારત અને ઇંગ્લેન્ડ સરસાઈ મેળવવા ઉતરશે

0
28

અમદાવાદ
તા : 16
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. બંને ટીમો લીડ મેળવવા પૂરેપૂરા પ્રયાસ કરશે. પરંતુ બીજી મેચ 7 વિકેટે જીત્યા પછી મોમેન્ટમ ટીમ ઇન્ડિયા પાસે છે અને તેઓ 2-1થી શ્રેણીમાં લીડ મેળવવા ફેવરિટ છે.

ત્રીજી T-20માં પિચ રેડ સોઈલથી તૈયાર કરવામાં આવી છે. રેડ સોઈલનો ઉપયોગ થાય ત્યારે બોલ સારો બાઉન્સ થાય છે અને સ્પિનર્સને મદદ મળે છે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને કહ્યું કે, સ્પિનર્સ આ મેચમાં હાવી થઈ શકે છે અને જેમ-જેમ મેચ આગળ વધશે તેમ સ્પીડમાં રમવું અઘરું થતું જશે. પ્રથમ બંને મેચમાં ટોસ જીતનાર ટીમે ફિલ્ડિંગ પસંદ કરી અને પછી સરળતાથી મેચ પોતાના નામે કરી. જોકે, આજે પ્રથમ બેટિંગ કરનાર ટીમ બાજી મારે તેવી સંભાવના પ્રબળ છે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11 : રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ/શાર્દુલ ઠાકુર, વી. સુંદર, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ-11 : જોસ બટલર (વિકેટકીપર), જેસન રોય, ઓઇન મોર્ગન(કપ્તાન), ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ,  સેમ કરન, મોઇન અલી, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર અને આદિલ રાશિદ