ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 46,232 કેસ નોંધાયા

0
18

નવી દિલ્હી
તા : 21
કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. આ સમયે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46,232 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે દેશમાં 564 લોકોનાં મોત થયા છે.

આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 90,50,597 થઈ છે. દેશમાં હાલ કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 4,39,747 થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 84,78,124 થઈ છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.7 ટકા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 49,715 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે કુલ 1,32,726 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં મૃત્યુદર 1.5 ટકા થયો છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશમાં 20મી નવેમ્બરના રોજ 10,66,022 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 13,06,57,808 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.