કોલકાતા : મમતાએ ગળામાં મોંઘવારીનું પોસ્ટર લગાવ્યું

0
115

કોલકાતા
તા : 25
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે કોલકાતામાં ઈ-બાઈક રેલી યોજી હતી. રેલીમાં તેઓ કોલકાતાના મેયર ફિરહાદ હકીમના ઈ-બાઈકમાં પાછળ બેઠા હતા અને ગળામાં મોંઘવારીનું પોસ્ટર લગાવ્યું હતું. હરીશ ચેટર્જી સ્ટ્રીટથી લઈને રાજ્ય સચિવાલય નબન્ના સુધી આ ઈ-બાઈક રેલી યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. અનેક શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઈ ગઈ છે. ગુરૂવારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ 91.12 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.19 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી પરેશાન લોકો સરકાર તેના પર લાગુ ભારે ટેક્સમાં કાપ મુકે તેવી માંગણી કરી રહ્યા છે.

ચાલુ મહિના દરમિયાન 13 દિવસ પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો જેથી તે 3.63 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે 13 દિવસમાં ડીઝલની કિંમતોમાં 3.84 રૂપિયાનો વધારો થયો છે. તેમાં રાહત આપવા માટે 4 રાજ્યોની સરકારોએ વેટ કે અન્ય ટેક્સ ઘટાડ્યા છે. જો કે કેન્દ્ર સરકાર કોઈ છૂટ આપવાના મૂડમાં નથી અને પેટ્રોલ પર પ્રતિ લિટર આશરે 33 રૂપિયા ટેક્સ ઉઘરાવી રહી છે.