આઇપીએલ 2021 મુંબઇ ઇન્ડિયન્સ જીતશે : માઇકલ વોન

0
44

લંડન
તા : 08
આઇપીએલ 2021ને શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. 14મી સિઝનની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 9મી એપ્રિલે રમાશે. હજુ આઇપીએલની શરૂઆત થઇ નથી અને કેટલાક ક્રિકેટ એક્સપર્ટે આઇપીએલ 2021ના વિજેતા અંગે ભવિષ્યવાણી કરવાનું શરૂ કરી દીધું છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભવિષ્યવાણી કરી છે કે, આઇપીએલ 2021નો ખિતાબ ફરી એક વખત મુંબઇ ઇન્ડિયન્સ જ જીતશે. સાથે વોને કહ્યું કે, જો કંઇક અલગ થશે તો ડેવિન વોર્નરની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ બીજી વખત ખિતાબ જીતશે. ઉલ્લેખનીય છે કે, આરસીબીને 2016માં ફાઇનલમાં હરાવીને હૈદરાબાદે પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. માઇકલે વોને ટ્વિટ કરતાં લખ્યું કે, આઇપીએલ 2021 પહેલાં ભવિષ્યવાણી, મુંબઇ ઇન્ડિયન્સ જીતશે, જો તેમની સાથે કંઇક અલગ થશે તો સનરાઇઝર્સ હૈદરાબાદ જીતશે.

માઇકલ વોને મુંબઇ ઇન્ડિયન્સની જીત અંગે ભવિષ્યવાણી એટલે કરી છે કે, તે ટીમ દરેક સેક્શનમાં પરફેક્ટ છે અને તે 13 માંથી 5 ખિતાબ જીતી ચૂકી છે. આઇપીએલ 2019 અને 2020માં મુંબઇ ઇન્ડિયન્સ સતત બે વખત ચેમ્પિયન બની હતી.