IPL : ગાવસ્કરે પસંદ કરી મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઈલેવન

0
95

મુંબઈ
તા : 18
ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઈલેવનની પસંદગી કરી છે. આશ્વર્યચકિત કરનારી વાત એ છે કે, આ પ્લેઇંગ ઈલેવનમાં તેમને રોહિતશર્માની સાથે ઓપનર તરીકે સૂર્યકુમાર યાદવને પસંદ કર્યા છે, જયારે ક્વિન્ટન ડી કોકને ત્રીજા નંબર પર રાખ્યા છે. ૪ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સુનીલ ગાવસ્કરે ઘણા મોટા ખેલાડીઓને જગ્યા આપી છે. ઓપનર અને નંબર ૩ પર પસંદગી બાદ તેમને ચોથા નંબર પર બેટિંગ માટે ઇશાન કિશનની પસંદગી કરી છે. ત્યાર બાદ હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ અને કુર્ણાલ પંડ્યાને આ પ્લેઇંગ ઈલેવનમાં રાખ્યા છે.

સુનીલ ગાવસ્કરે પોતાની આ પ્લેઇંગ ઈલેવનમાં ત્રણ પ્રમુખ ઝડપી બોલરોની પસંદગી કરી છે. તેમને જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને નાથન કલ્ટર નાઇલની પસંદગી કરી છે. તેના સિવાય સ્પિન બોલર તરીકે માત્ર રાહુલ ચાહરને આ ટીમમાં સામેલ કર્યા છે. જયારે સુનીલ ગાવસ્કરે એ પણ જણાવ્યું હતું કે, આ આઈપીએલ સીઝન મુંબઈ ઇન્ડિયન્સની સૌથી મોટી કમજોરી શું છે. તેમને જણાવ્યું છે કે, મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સ્પિન બોલિંગનો વધુ વિકલ્પ નથી. તેમની પાસે રાહુલ ચાહરના રૂપમાં એક નિષ્ણાંત સ્પિનર છે. તેના સિવાય કૃણાલ પંડ્યા અને અનુકુળ રોય બીજા ઓપ્શન છે. અબુધાબી, દુબઈ અને શારજાહની પીચો પર સ્પિનરોને મદદ મળે છે, એવામાં જોવાનું એ છે કે, મુંબઈ ઇન્ડિયન્સ આ વસ્તુને કેવી રીતે મેનેજ કરે છે.

મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ક્વિન્ટન ડી કોક, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નાથન કલ્ટર નાઇલ, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ/ મિચેલ મેક્લેનેઘન, જસપ્રીત બુમરાહ.