ISRO લોન્ચ કરશે દસ ઉપગ્રહ, ભારતનો એક ઉપગ્રહ સામેલ

0
16

શ્રી હરિકોટા
તા 5
ISRO સાતમી નવેમ્બરના રોજ એક સાથે દસ ઉપગ્રહો લોન્ચ કરશે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફારો નહીં થાય તો આ પ્રમાણે જ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહોમાં ભારતનો એક અને નવ અન્ય દેશોના ઉપગ્રહ સામેલ છે. અન્ય દેશાના ઉપગ્રહોમાં ચાર અમેરિકાના છે.

સાતમી નવેમ્બરે બપોરે 3 કલાકે આ ઉપગ્રહો લઈને ઈસરોનું PSLV રોકેટ રવાના થશે. ભારતનો ઉપગ્રહ ‘ઈઓએસ-01’ નામનો છે, જેનું કામ અર્થ ઓબ્ઝર્વેશનનું છે. એ ઉપરાંત તેનો ઉપયોગ કૃષિ, વનવિસ્તાર અને આફતના અવલોકનો માટે પણ થશે. PSLV રોકેટનું આ વર્ષે આ પ્રથમ લૉન્ચિંગ છે. ગયા વર્ષે PSLVએ ડિસેમ્બર 2019માં રિસેટ ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. એ પછી ફરી લૉન્ચિંગ આયોજન થાય એ પહેલા જ લોકડાઉન લાગુ થઈ જતાં કામગીરી અટકી હતી. જોકે ઈસરોએ બનાવેલો ઉપગ્રહ જીસેટ-30 લૉન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું લૉન્ચિંગ ફ્રેન્ચ ગુયાનાના સ્પેસ પોર્ટ ખાતેથી થયું હતું.